File Getty Images)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા. બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે. મેઘાવી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સોનગઢમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે તાપીના જ નિઝરમાં 2 ઈંચ, દોલવણમાં 20 મિમિ, કુંકરમુંડામાં 15 મિમિ, વ્યારામાં 4 મિમિ, ઉચ્છલ અને વાલોદમાં 3 મિમિ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં એક ઈંચ, નર્મદાના સાગબારામાં 20 મિમિ, અમરેલીના લાઠીમાં 18 મિમિ, નર્મદાના ડેડિયાપાડામાં 16 મિમિ તેમજ સુરત શહેર, વલસાડના કપરાડા અને ડાંગના આહવામાં 7 મિમિ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી ભરૂચના હાંસોટમાં 19 મિમિ અને અંકલેશ્વરમાં 2 મિમિ તેમજ તાપીના કુકરમુંડામાં 2 મિમિ નોંધાયો છે.