Getty Images)

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે હાલમાં વિશ્વ રોગચાળા અને ખોટા સમાચારોના દ્વિપક્ષી હુમલા સામે લડી રહ્યું છે. આજે આપણે બદલાવના મોડ પર ઉભા છીએ. રોગચાળાએ વિશ્વની આર્થિક પ્રણાલીને બરબાદ કરી દીધી, તેની સાથે 40 હજાર લોકોનાં જીવ પણ લઇ લીધા.

તેનાથી આપણી જીવનશૈલી, કામ કરવાની રીત અને મુસાફરી કરવાની રીત પણ બદલાઈ છે. સાથે જ એક બીજા સાથેના સંબંધોને પણ અસર થઈ છે. જયશંકરે શુક્રવારે એલાયંસ ઓફ મલ્ટીલેટરલિસ્મની વર્ચુઅલ મીનીસ્ટ્રીઅલ મિટિંગમાં આ વાત કરી હતી. આ એલાયંસ વિશ્વમાં સ્થિરતા અને શાંતિના પગલાં માટે સમાન વિચારધારા ધરાવતા દેશોનું એક સંગઠન છે.

વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ, એ કહેવું ખૂબ જ વહેલું છે કે કોરોનાએ આપણી જીવનશૈલી કાયમ માટે બદલી નાખી છે, બીજાની હાજરીમાં આપણું કમ્ફર્ટ લેવલ ઓછું થયું છે. નકલી સમાચારો, ખોટી માહિતી અને ઇરાદાપૂર્વક ખોટા સમાચાર ફેલાવવાને કારણે પરસ્પર વાતચીતમાં શંકા વધી ગઈ છે.

જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ બંને પડકારોનો સામનો કરવાની રીત એકસરખી છે. સાઈન્ટીફિક એપ્રોચ પર વધુ ભરોસો રાખવાની જરૂર છે. મતલબ કે આપણે રાજકારણને અલગ રાખીને ફેક્ટસ પર ફોકસ કરવું જોઈએ. પછી તે ભલે કોરોના સામે લડતની વાત હોય કે ભવિષ્યમાં મહામારીઓથી લડવાની તૈયારીનો મુદ્દો હોય.

તેમણે કહ્યું કે, આપણે આપણી પાર્ટનરશિપમાં વિશ્વાસ વધારવાની જરૂર છે. વિશ્વાસ અને સહયોગને કારણે લોકો, સમાજ અને દેશો સંકટ સમયે એક સાથે ઉભા રહે છે. ખાસ કરીને જ્યારે ફેક ન્યુઝ અને માંદગીને કારણે આઇસોલેશન વધી રહ્યું છે, ત્યારે વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.