મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદે 20 વર્ષના રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે શનિવાર, 5 જૂને ફરી ભેગા થયા હતો. મુંબઈમાં યોજાયેલી એક રેલીમાં બંને ભાઇએ એક મંચ પર દેખાયા અને એકતાનું પ્રદર્શન કર્યું હતું. બંને ઠાકરે બંધુઓના ફરી મિલનથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં બિન મરાઠા અને ખાસ કરીને ગુજરાતીઓ સામે લુખ્ખાગીરીમાં વધારો થવાની આશંકા છે.
વિજય રેલીમાં સંબોધન કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ લુખ્ખાગીરી સાથે જણાવ્યું હતું કે અહીં ગુજરાતી હોય કે બીજું કોઈ મરાઠી ભાષા જાણવી જ પડશે. પરંતુ જો લોકો મરાઠી ન બોલે તો તેને મારવાની કોઈ જરૂર નથી. જો કોઈ નકામા નાટક કરે તો તો તેના કાન નીચે ફટકારો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મને અને ઉદ્ધવને બાળાસાહેબ ઠાકરે સાથે લાવી શક્યા ન હતાં, પરંતુ આ કામ મુખ્યમંત્રી ફડણવીસે કરી બતાવ્યું છે.
રાજ ઠાકરે સાથેના પુનઃમિલન અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ એકજૂથ થયા છે અને સાથે રહેશે. એક વાત સ્પષ્ટ છે, અમે અમારી વચ્ચેનું અંતર દૂર કરી દીધું છે
આ અંગે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના-યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમણે સંયુક્ત રેલીમાં રુદાલી જેવું ભાષણ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેના સમગ્ર ભાષણમાં મરાઠીનો ઉલ્લેખ નહોતો
