હેરો કેન્ટન ખાતે બિરાજતા પૂ. શ્રી વલ્લભાચાર્યના વંશજ પૂ. ગો. શ્રી રસિકવલ્લભચાર્યના સાન્નિધ્યમાં મથુરાવાસી પૂ. રાજુભાઇ શાસ્ત્રીજીની શ્રીમદ ભાગવત કથાનું શાનાદાર આયોજન તા. 28મા મે’થી તા. 3 જૂન દરમિયાન હેરો કેન્ટન ખાતે કરવામાં આવ્યું હતું.

આ કથાનો લાભ સ્થાનિક વૈષ્ણવ સમુદાયના લોકો દ્વારા લેવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં પોતાના સ્વજનો ગુમાનવનારા વૈશ્ણવોએ કથાનો લાભ લઇને અનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એક હવનનું આયોજન પણ કરાયું હતું અને મહારાણીને તેમની પ્લેટીનમ જ્યુબિલી પ્રસંગે શુભેચ્છા આપવામાં આવી હતી.

સંપર્ક: રાજુભાઇ શાસ્ત્રી07587 983 208.