Getty Images)

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું વિઝડને 21મી સદીના ભારતના સૌથી અમૂલ્ય ખેલાડી (એમવીપી) તરીકે બહુમાન કરાયું છે. ટીમમાં જાડેજાનું યોગદાન બૉલ, બેટ અને ફિલ્ડિંગ સાથે પ્રસંશનીય રહ્યું છે. વિઝડને ખેલાડીઓના દેખાવના વિશ્લેષણ માટે ક્રિકવિઝ ટુલનો ઉપયોગ કર્યો હતો.

જાડેજાનું એમવીપી રેટિંગ 97.3 હતું, તે વૈશ્વિગ રેન્કીંગમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી બીજા ક્રમે આવ્યો હતો. ક્રિકવિઝના ફ્રેડી વાઇલ્ડે વિઝડનને જણાવ્યુ કે, ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજાને જોઇને આશ્ચર્યચકિત થવાય છે કે એ ભારતનો નંબર વન ખેલાડી છે.

તેને ટેસ્ટ ટીમમાં કાયમી સ્થાન તો નથી જ મળ્યું, પણ તે રમે ત્યારે તેની પસંદગી ફ્રન્ટલાઇન બૉલર તરીકે થાય છે. 31 વર્ષના જાડેડાની બૉલિંગ એવરેજ 24.62ની છે, જે શેન વોર્નની તુલનાએ સારી છે, તો તેની બેટિંગની એવરેજ 35.26 જે શેન વૉટસનથી સારી છે. તેની બેટિંગ અને બૉલિંગ એવરેજ વચ્ચેનો તફાવત 10.62 રન છે, જે કોઇપણ ખેલાડીનો આ સદીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કૉર છે. જાડેજાએ 1000થી વધુ રન બનાવ્યા છે અને 150થી વધુ વિકેટ લીધી છે.