Getty Images)

કોરોના ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરાઈ છે. બન્ને વચ્ચે ઓગસ્ટ મહિનામાં ત્રણ વન-ડેની સીરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાવવાની હતી. ઓસ્ટ્રેલિયા ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે અગાઉ જ એવા સંકેત આપી દીધા હતા કે ઝિમ્બાબ્વેનું ઓસ્ટ્રેલિયા આવવું મુશ્કેલ છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે ઓસ્ટ્રેલિયાની ટીમ સપ્ટેમ્બર પહેલા મેદાન પર નહીં ઉતરી શકે.

બન્ને દેશો વચ્ચે 9 ઓગસ્ટ, 12 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ એમ ત્રણ વનડે મેચો રમાવવાની હતી. ઝિમ્બાબ્વે 16 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું હતું. 2003-04માં ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમી હતી.

એ પછી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઝિમ્બાબ્વે, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રિકોણીય વન-ડે સીરીઝ રમાઇ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યા મુજબ બન્ને દેશોની સંમતિથી સીરીઝ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. સીરીઝ માટે સૌથી મોટી સમસ્યા બાયૉ સીક્યુરિટી એરેન્જમેન્ટની હતી.