કોરોનાના સંકટના કારણે ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને લઈને શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે. વિશ્વને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાની શકયતા અને મોટી મંદીનું અનુમાન છે.

જોકે ભારત માટે 1.9 ટકા જીડીપી વૃદ્ધિનું IMFનું અનુમાન જી20 દેશોમાં સૌથી વધુ છે. આ સિવાય લોકોને લોન સરળતાથી મળે તેના માટે RBIએ રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો છે. હવે તે 4થી ઘટીને 3.75 પોઈન્ટ થયો છે. આ સિવાય 3 નાણાંકીય સંસ્થાનોને TLTRO(ટારગેટેડ લોન્ગ ટર્મ રિફાઈનન્શિંગ ઓપરેશન્સ) દ્વારા 50 હજાર કરોડની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકોને સરળતાથી લોન મળી શકે તે માટે RBIએ રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો છે. હવે તે 4થી ઘટીને 3.75 પોઈન્ટ હશે. રિવર્સ રેપો રેટ એ દર છે, જેની પર બેન્કોને આરબીઆઈમાં જમા પોતાની રકમ પર વ્યાજ મળે છે. જો આ દર ઘટશે તો બેન્ક આરબીઆઈની પાસે પૈસા રાખવાની જગ્યાએ લોન આપશે અને બજારમાં કેશ વધશે.

ટારગેટેડ લોન્ગ ટર્મ રિફાઈનન્શિંગ ઓપરેશન્સ(TLTRO) દ્વારા ક્રેડિટ સંસ્થાઓને ફાઈનન્શિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ અંતર્ગત બેન્ક લાંબા સમય માટે આકર્ષક શરતો પર ફન્ડિંગ ઉપલબ્ધ કરવવામાં આવે છે. તેનાથી બેન્કોની પાસે લોન માટે સારી સુવિધાઓ હોય છે તો અર્થવ્યવસ્થાને લોન આપવા માટે પણ સારી તક હોય છે.

તેમણે કહ્યું કે કોવિડ-19ના પગલે આરબીઆઈ ખૂબ જ સક્રિય છે અને સ્થિતિની ખૂબ જ બારીકાઈથી નિરક્ષણ કરી રહી છે. કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર, નર્સ, સોશિયલ વર્કરોએ ખૂબ જ કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રી-મોનસૂન ખરીફની વાવણી આક્રમક કે ઝડપી રહી છે. ગત વર્ષેના એપ્રિલની સરખામણીમાં અનાજનો પાક 37 ટકા રહ્યો છે. 15 એપ્રિલે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે સામાન્ય દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું પૂર્વ અનુમાન કર્યું છે.

કોરોનાવાઈરસના સંકટ દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 27 માર્ચે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. સાથે જ કહ્યું હતું કે ટર્મ લોનના ઈએમઆઈ ચુકવવામાં 3 મહીનાની રાહત મળશે. કેશ રિઝર્વ રેશ્યો 1 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઈના આ પગલાથી સિસ્ટમમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધારવામાં મદદ મળવાનું અનુમાન છે.