ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર રેમો ડીસોઝા (સેન્ટ્રલ)એ પત્ની લિઝેલ સાથે 14 નવેમ્બર 2018ના રોજ અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી તે સમયને ફાઇલ તસવીર (Photo by NARINDER NANU/AFP via Getty Images)

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને ડિરેક્ટર રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના વાગ્યે હાર્ટ અટેક આવ્યો હતો. 46 વર્ષીય કોરિયોગ્રાફરને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરી હતી.

પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં તેમની હાલત સ્થિર છે અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે. ફિલ્મો ઉપરાંત રિયાલિટી શૉઝમાં પણ જજ તરીકે નિયમિતપણે દેખાતા રેમો ડિસોઝાએ છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતે રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર હતાં. રેમોએ રેસ-3, અ ફ્લાઇંગ જાટ્ટ, ABCD-2 જેવી ફિલ્મોનું ડાયરેશન કર્યું હતું. રેમોને ‘બાજીવા મસ્તાની’ ફિલ્મના ‘દીવાની મસ્તાની’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.. 46 વર્ષીય રેમોના પરિવારમાં પત્ની લિઝેલ અને બે દીકરા ધ્રુવ અને ગેબ્રિયેલ છે.