પ્રતિક તસવીર

સ્કોટીશ વિડોના તાજેતરના રીટાયરમેન્ટ રીપોર્ટ મુજબ યુકેમાં સાઉથ એશિયન સમુદાયના ત્રીજા ભાગના લોકો આરામદાયક નિવૃત્તિના માર્ગે છે. તેમાં પણ 63 ટકા ભારતીય લોકો તો આરામદાયક નિવૃત્તિ માટે સધ્ધર હોવાની શક્યતા છે. આ બાબતે રાષ્ટ્રીય સરેરાશ 36 ટકા છે.

યુકે દ્વારા 18મી જુલાઈથી 17મી ઑગસ્ટ સુધી સાઉથ એશિયન હેરિટેજ મન્થની ઉજવણી કરાઇ હતી. જેમાં સ્કોટિશ વિડોના વાર્ષિક અભ્યાસના નિવૃત્તિની તૈયારીઓના તાજેતરના આંકડાઓ, ખાસ કરીને ભારતીય સમુદાયો માટે આશાવાદનું કારણ પૂરું પાડે છે.

પાકિસ્તાની સમુદાયના માત્ર 35 ટકા અને અન્ય એશિયન સમુદાયોના 39 ટકા લોકોએ પોતે હાલમાં આરામદાયક નિવૃત્તિ – જીવનશૈલી માટે ટ્રેક પર હોવાનું જણાવ્યું હતું. આ આંકડાઓ વ્હાઇટ બ્રિટિશ (36%), વ્હાઇટ નોન-બ્રિટિશ (30%) અને શ્યામ લોકો (35%)નો દર ધરાવતા હતા.

ભારતીય સમુદાયની નિવૃત્તિ વખતે સધ્ધરતા પાછળ પેન્શન સિવાયની બચતનું ઊંચું સ્તર, લગ્ન અથવા સિવિલ પાર્ટનરશીપમાં રહેવાની વધુ સંભાવના, નિવૃત્તિની આવકમાં જીવનસાથીના યોગદાનની અપેક્ષા અને ઓછું દેવુ જવાબદાર છે.

ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સનો ડેટા મુજબ શ્વેત સમકક્ષો કરતાં બાંગ્લાદેશી લોકો 16.9% અને પાકિસ્તાની લોકો 20.2% ઓછી કમાણી કરે છે.

LEAVE A REPLY

15 − 3 =