Indian Bollywood actress Richa Chadda poses for a picture as she attends the "HT India's Most Stylish Awards 2018" in Mumbai late on January 24, 2018. / AFP PHOTO / - (Photo credit should read -/AFP via Getty Images)

સુભાષ કપૂર ફિલ્મ ‘મુગલ’ની તૈયારી કરી રહ્યો છે, આ ફિલ્મનું શૂટિંગ ઠેલાઈ જવાથી તે રિચા ચઢ્ઢાની પણ એક ફિલ્મ કરીરહ્યો છે.સુભાષ કપૂર ની આ ફિલ્મ એક રાજકારણી પર છે. જેમાં રિચા મહિલા મુખ્ય પ્રધાનના રોલમાં જોવા મળશે. મેડમ ચીફ મિનિસ્ટર’ નામની સુભાષ કપૂરની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૃ થઇ ગયું છે. ૪૦ દિવસના આ પ્રથમ શેડયુનું શૂટિંગ એક જ સાથે કરવાનીયોજના હતી. સુભાષને આ પાત્ર માટે રિચા જ યોગ્ય લાગી હતી. ૧૦ મિનિટના નેરેશનમાં જ રિચાએ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. રિચાએ જણાવ્યુ હતુ કે, ” મને જણાવતાં આનંદ થાય છે કે, ‘મેડમ ચીફ મિનિસ્ટર’માં મેં અત્યાર સુધી ન ભજવેલો પડકારજનક રોલ છે. સુભાષ સર સાથે કામ કરવાનો મને આનંદ આવે છે. મારી સાથે આ ફિલ્માં માનવ, અક્ષય ઓબેરોય અને સૌરભ શુક્લા કામ કરી રહ્યા છે.