Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ એડવર્બ ટેક્નોલોજીસ 1 બિલિયન ડોલરનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્સ માટે આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કરવાની યોજના છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા જ રોબોટિક્સ સ્ટાર્ટઅપમાં  54 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો. રિલાયન્સ રિટેલે આ ડીલ 132 મિલિયન ડોલર એટલે આશરે 985 કરોડ રૂપિયામાં કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોબોટ્સ દ્વારા 5G સાથે સંકળાયેલા એક્સપેરીમેન્ટ્સ પણ કરશે. પહેલેથી જ એડવર્બના ડાયનેમો 200 રોબોટ્સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ રોબોટ્સ 5Gથી સંકળાયેલા છે અને તેમને અમદાવાદ સ્થિત રિમોટ સર્વર વડે કંટ્રોલ કરવામાં આવે છે. આ માટે એડવર્બની ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ લીજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય 1 ટન પેલોડ કેપેસિટીવાળા ડાયનેમો રોબોટ્સનો ઉપયોગ બૈગિંગ લાઈન ઓટોમેશનમાં કરવામાં આવી રહ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગીદારી ખરીદવામાં આવી ત્યાર બાદ સ્ટાર્ટઅપ કંપનીએ કહ્યું હતું કે, આ ડીલથી તેને અમેરિકા અને યુરોપના માર્કેટમાં ઉતરવામાં મદદ મળશે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી મળેલા પૈસા વડે તેને એક જ લોકેશન પર વિશાળ રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા સંસાધન પણ મળશે. કંપની હોસ્પિટલ્સ અને વિમાન મથકો પર રોબોટ ડિપ્લોય કરવાની યોજના પર કામ કરી રહી છે. આ સોદાના કારણે તેમાં તેજી આવવાની સંભાવના છે.