15 ફેબ્રુઆરી, 2024, ગુરુવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. (PTI Photo/Kunal Patil)

રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગુરુવારે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવતા ભારતે 5 વિકેટ ગુમાવીને 326 રનનો મજબૂત સ્કોર ખડો કર્યો હતો. જાડેજાની સાથે નાઈટવોચમેન કુલદીપ યાદવ એક રને અણનમ રહ્યો હતો.

સરફરાઝ ખાન રનઆઉટ થયા બાદ કુલદીપ બેટિંગ કરવા આવ્યો હતો. સરફરાઝે 62 રન બનાવ્યા  હતાં અને માત્ર 48 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. ભારતના સુકાની રોહિત શર્માએ  શાનદાર 131 રન કરીને કરીને ભારતને સન્માનજનક સ્કોર નોંધાવવામાં મદદ કરી હતી. અગાઉ માર્ક વુડે બે વિકેટ અને ટોમ હાર્ટલીએ એક વિકેટ ઝડપીને ભારતના ત્રણ મોટા ફટકા માર્યા હતા. જોકે રોહિત અને જાડેજા વચ્ચેની 204 રનની મજબૂત ભાગીદારીથી યજમાન ટીમને મદદ મળી હતી.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 33 રનના સ્કોર પર 3 વિકેટ પડી ગઈ હતી. યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગિલ (0) અને રજત પાટીદાર (5) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી રોહિતે નંબર-5 પર બેટિંગ કરવા આવેલા રવીન્દ્ર જાડેજા સાથે 204 રનની ભાગીદારી કરીને ભારતીય દાવને સંભાળ્યો હતો. આ બે સિવાય સરફરાઝ ખાને અડધી સદી (62 રન) ફટકારી હતી.

LEAVE A REPLY

1 + sixteen =