(ANI Photo)

ભારતના ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં 3 મહિનાથી ચાલી રહેલી હિંસા મહદઅંશે અફવાઓ અને ફેક ન્યૂઝને કારણે વધુ ભડકી છે. આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં હિંસામાં અત્યાર સુધી 160 લોકોના મોત થયા છે, ત્યારે રાજ્યની સ્થિતિ પર દેખરેખ રાખતી સુરક્ષાના એજન્સીઓના અધિકારીઓએ આ ખુલાસો કર્યો છે.

રાજ્યના કાંગપોકસી જિલ્લામાં 4મેએ બે મહિલાની નગ્ન પરેડ તથા બીજા શ્રેણીબદ્ધ જાતિય હુમલાના મુખ્ય કારણો પણ ફેક ન્યૂઝ અને અફવાઓ છે. આ ઘટનાઓ બની તે પહેલા ઇન્ફાલ વેલીમાં પોલિથિલિન બેગમાં વીંટાયેલા અનેક મૃતદેહના ફોટા સર્ક્યુલેટ કરાયા હતા અને ખોટો દાવો કરાયો હતો કે ચુરાચંદપુરમાં આદિવાસીઓએ આ હત્યા કરી છે. પછીથી બહાર આવ્યું હતું કે આ ફોટોગ્રાફ દિલ્હીમાં હત્યા થયેલી એક મહિલાનો હતો. જોકે સારી માહિતી બહાર આવે તે પહેલા વેલીમાં હિંસા અને આગજની થઈ હતી અને પછીના દિવસે એવી ઘટના બની છે કે જેનાથી માનવતાનું માથું શરમથી ઝુકી ગયું હતું. તે જ દિવસે એટ કે 3મેએ માંડ 30 કિમી દૂર 20 વર્ષની બે વધુ મહિલાઓ પર નિર્દયતાથી બળાત્કાર કરાયો હતો અને તેમની હત્યા કરાઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેક ફોટાગ્રાફ કારણે હિંસા જંગલની આગની જેમ ફેલાઈ હતી. આ કારણોસર રાજ્ય સરકારે 3મેએ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. જોકે કેટલાંક રાજકીય પક્ષોએ અને સામાજિક કાર્યકર્તાઓએ ઇન્ટરનેટ બંધ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેઓ છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

મણિપુરમાં હિંસાની આગ ઓલવવામાં સામેલ વિવિધ સુરક્ષા એજન્સીઓનું વિશ્લેષણ છે કે ફેક ન્યૂઝ અથવા એકતરફી ન્યૂઝ પર કોઇ નિયંત્રણો નથી. સ્થાનિક અખબારો પણ આવા ન્યૂઝ પ્રસારિત કરે છે. તાજેતરનું ઉદાહરણ આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે એક અગ્રણી વર્તમાનપત્રે દાવો કર્યો હતો કે શસ્ત્રોથી સજ્જ બનીને આદિવાસીઓ ચંડેલ જિલ્લાના ક્વાથા ગામમાં મૈત્રૈય સમુદાય પર હુમલાની તૈયાર કરી રહ્યાં છે. જોકે આ ન્યૂઝ રીપોર્ટ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને પછી બહાર આવ્યું હતું કે આ ન્યૂઝ રિપોર્ટ ખોટો હતો.

LEAVE A REPLY

14 + twenty =