ઈલિંગ સેન્ટ્રલ અને એક્ટનના લેબર એમપી રૂપા હકને ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગને “સુપરફિસિયલી” બ્લેક કહેવા બદલ લેબર સંસદીય પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે આ અંગે તપાસ કરવાની જાહેરાત કરાઇ છે.

સોમવારે સાંજે ‘વોટ્સ નેક્સ્ટ ફોર લેબર એજન્ડા ઓન રેસ’ શીર્ષકવાળી ફ્રિન્જ ઈવેન્ટમાં ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગ વિશે બોલતા, શ્રીમતી હકે કહ્યું હતું કે “તે સુપરફિસિયલ રીતે, તે એક અશ્વેત માણસ છે, પરંતુ ફરીથી તે વધુ કોમન છે… તે ઇટોન ગયો, તે એક ખૂબ જ મોંઘી પ્રેપ સ્કૂલમાં ગયો, સમગ્ર દેશની ટોચની શાળાઓમાં ગયો. જો તમે તેને ટુડે પ્રોગ્રામમાં સાંભળશો તો તમને ખબર નહીં પડે કે તે બ્લેક છે.”

ટોરી પાર્ટીના અધ્યક્ષ જેક બેરીએ તેમની ટિપ્પણીઓને જાતિવાદી અને ઘૃણાસ્પદ ગણાવી હતી.

ડેપ્યુટી લેબર લીડર એન્જેલા રેનરે કહ્યું હતું કે આ ટિપ્પણી “અસ્વીકાર્ય” ગણાવી શ્રીમતી હકને માફી માંગવા અનપરોધ કર્યો હતો. જ્યારે લેબર પક્ષના વિદેશી બાબતોના પ્રવક્તા ડેવિડ લેમીએ ટિપ્પણીને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી. શ્રીમતી હક, જે હવે ઇન્ડીપેન્ડન્ટ સાંસદ તરીકે સંસદમાં બેસશે.

લિવરપૂલમાં લેબર પાર્ટી કોન્ફરન્સમાં સર કેર સ્ટાર્મરે તેમનું ભાષણ શરૂ કર્યું તેની થોડી મિનિટો પહેલાં આ ઑડિયો ક્લિપ ગાઇડો ફૉક્સ વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરાઇ હતી.

ક્વાર્ટેંગ આ મહિનાની શરૂઆતમાં ચાન્સેલર બન્યા હતા અને તેમનો જન્મ ઇસ્ટ લંડનમાં થયો હતો અને ઘાનાના વતની છે. ભૂતપૂર્વ ચાન્સેલર અને ટોરી સાંસદ સાજિદ જાવિદે આ ક્લિપથી દુઃખી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

twelve − six =