More than 100,000 Russian soldiers killed in Ukraine: US General

પશ્ચિમ યુક્રેના લવીવ શહેરના આર્મી કેમ્પ પર રશિયાના હુમલામાં 35 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો લવીવ શહેરની બહાર આવેલા એક મિલિટરી ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં થયો હતો. રશિયાના સૈનિકોએ આઠ હુમલા કર્યા હતા. લીવના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ જણાવ્યું હતું કે યોવિર મિલિટરી ગ્રાઉન્ડ પર રશિયાના હુમલામાં 35 લોકોના મોત થયા હતા અને 134 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં ભભૂકેલી આગ પર અંકુશ મેળવવા માટે ફાયર ફાઇટર્સની મદદ લેવામાં આવી હતી.

અગાઉ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શરણાર્થીઓના કાફલા પર રશિયાના સૈનિકોના ગોળીબારમાં એક બાળક સહિત યુક્રેનના સાત લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ શરણાર્થીઓએ પરત આવવું પડ્યું હતું. આ સાત લોકો રાજધાની કીવના ઉત્તરપૂર્વમાં 20 કિમી દૂર પેરેમોહા ગામમાંથી જીવ બચાવીને ભાગેલા કાફલાં સામેલ હતા. રશિયાના સૈનિકોના ગોળીબારમાં ઘણા ઘાયલ પણ થયા હતા. બીજી તરફ રશિયાએ જણાવ્યું હતું કે તે યુદ્ધ ઝોન બહારના વિસ્તારોમાં માનવીય કોરિડોર બનાવશે. જોકે યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકો માનવીય કોરિડોરમાં અવરોધ ઊભા કરીને ગોળીબાર કરી રહ્યાં છે.

રશિયાએ યુક્રેનના શહેરો પરના બોંબ હુમલાને તેજ કર્યા છે. રશિયાના સૈનિકોએ રાજધાવી કીવના બહારના વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો અને મારિયોપોલની ઘેરાબંધી કરી હતી. રશિયાના હુમલામાં મારિયાપોલમાં ભારે વિનાશ થયો છે. રશિયાની સતત હુમલાને કારણે 4.30 લાખની વસતિ ધરાવતા આ શહેરમાં ભોજન, પાણી અને દવા લાવવાના પ્રયાસો નિષ્ફળ બન્યા હતા. અહીંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં પણ નિષ્ફળતા મળી હતી. મારિયોપાલમાં આશરે 1,500 લોકોના મોત થયા છે તથા મૃતદેહોના સામુહિક અંતિમસંસ્કારમાં પણ રશિયાના ગોળીબારને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી.