સાઉથ લંડનમાં નજીકના પબમાં ડેટ માટે જઇ રહેલી પ્રાથમિક શાળાની શિક્ષીકા સબિના નેસા પર હુમલો કરી તેની હત્યા કરી હોવાની 36 વર્ષના કોસી સેલામજ નામના ગેરેજ મિકેનીકે કબૂલાત કરી હતી. કોસી સેલામજ પર આરોપ મૂકાયો છે કે તેણે “પૂર્વયોજિત અને શિકાર કરવાના ઇરાદે” હુમલો કરવાના ઇરાદે તેના ઇસ્ટબોર્નમાં આવેલા ઘરેથી સાઉથ લંડનની મુસાફરી કરી હતી.

અલ્બેનિયન નાગરિક સેલમાજે 17 સપ્ટેમ્બરના રોજ કથિત રીતે કેટફર્ડની રૂશી ગ્રીન પ્રાઈમરી સ્કૂલમાં યર વનના બાળકોને  ભણાવતી 28 વર્ષીય શિક્ષિકા કેટર પાર્કમાંથી પસાર થઈ રહી હતી ત્યારે 2 ફૂટની વસ્તુ વડે માથા પર વારંવાર ઇજા કરી હત્યા કરી હતી. લગભગ 24 કલાક પછી પાર્કમાં એક કોમ્યુનિટી સેન્ટર પાસે એક ડોગ વોકરને તેનો મૃતદેહ ઘાસથી ઢંકાયેલો મળ્યો હતો.

પોલીસ માને છે કે સેલમાજને નેસા સાથે અગાઉ કોઈ સંપર્ક નહોતો. તેણે પિઝા ડિલિવરી ડ્રાઈવર તરીકે અને ઈસ્ટબોર્નમાં ગેરેજ માટે કામ કર્યું છે. સેલમાજની ઈસ્ટબોર્નમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના બેરિસ્ટરે તેના વતી કહ્યું હતું કે તેણે નેસાની હત્યાની જવાબદારી સ્વીકારી છે.