સાઉથ ઇસ્ટ લંડનના કિડબ્રુકમાં એક કોમ્યુનિટી સેન્ટરની બાજુમાં હત્યા કરી ફેંકી દેવાયેલા પ્રાથમિક શાળાની 28 વર્ષીય શિક્ષિકા સબીના નેસાની ગત વર્ષે 18 સપ્ટેમ્બરે હત્યા કરી હોવાની હત્યારા ટર્મિનસ રોડ, ઇસ્ટબોર્નના કોસી સેલામજે કબુલાત કરી હતી.

ડિસેમ્બરમાં હત્યા માટે દોષિત ન હોવાનુ જણાવનાર 36 વર્ષીય અલ્બેનિયન નાગરિક કોસી સેલામજે ગત શુક્રવારે ઓલ્ડ બેઇલી કોર્ટમાં પોતાની પ્લી બદલી હત્યાની કબુલાત કરતા હવે તેને પછીની તારીખે સજા કરવામાં આવશે.

કોસી ઈસ્ટબોર્નના ઘરેથી લંડન ગયો હતો અને નેસા કેટર પાર્કમાંથી પસાર થતી હતી ત્યારે આસપાસ અન્ય કોઈ નથી તેની ખાતરી કરીને તેની સબીના પર હથિયાર વડે વારંવાર પ્રહારો કર્યા હતા. તેણીને બેભાન અવસ્થામાં દૂર લઇ જઇ પાર્કમાં ગળું દબાવી હત્યા કરી હતી. શબીનાનો મૃતદેહ બીજા દિવસે ઘાસમાં ઢંકાયેલો મળી આવ્યો હતો.