મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ સૌ કોઇ માટે તકોના દરવાજા ખોલીને સર્વને સ્પર્ધાની સમાન તકો પૂરી પાડી છે. ટેકનોલોજીએ બધું જ સમાન કરી નાંખ્યું છે. તમે મહિલા હો કે પુરુષ, તમે કેટલા આગળ વધી શકો છો તેને માપવા શારીરિક તાકાત મહત્વની રહી નથી.
આમ છતાં કુદરતે પુરુષ અને મહિલા વચ્ચે રાખેલો સીધેસાદો જૈવિક ફેરફાર શું છે તે જાણવા આપણે તે રીતે મથી રહ્યા છીએ. આપણા જીવનના પ્રત્યેક પાસામાં પ્રવેશ કરી લીધો છે. જીવનના પ્રત્યેક પાસામાં તમારે પુરુષ કે મહિલા હોવું જરૂરી નથી. તમે માનવમાત્ર તરીકે કામ કરી શકો છો. પરંતુ આજના સમાજમાં આપણે આવી બધી બાબતોને તેવી મક્કમતાથી એક જામો પહેરાવી દઇને આપણે તેવું માની રહ્યા છીએ કે અલગીકરણ કુદરતી માર્ગ જ છે. પુરુષ – મહિલાની ભેદરેખા એ તો સામાજિક છે આપણે આ ઢાંચામાંથી બહાર નીકળી કામ કરવાની જરૂર છે.
મહિલાઓએ પોતાની જાતને જે એક મહત્વની વાતથી બચાવવાની જરૂર છે તે છે પુરુષ જેવા બનવાના પ્રયાસથી દૂર રહેવાની. દીર્ઘકાળથી ચાલ્યા આવતા આ ઢાંચાના કારણે મહિલા કદાચ એમ વિચારે કે બધું જ તાકાતવર કે પુરુષ સર્વોપરી છે. કોણ સર્વોપરી અને કોણ ઉતરતું તે વિચારમાત્ર જ નરજાતિ કે હિંમતવાળાઓનો છે. તમે જીવન તરફ નજર માંડશો તો તેમાં તો બધાએ ભજવવા માટેની ભૂમિકા હોય છે જ.
હાલપર્યંત નરજાતિને નારીજાતિ કરતાં વધારે મહત્વની કે ચડિયાતી માનવામાં આવી રહી છે કે, કારણ કે, માનવ તરીકેના આપણા અસ્તિત્વના હજારો વર્ષોમાં આપણું મુખ્ય ધ્યાન ટકી રહેવા (અસ્તિત્વને ટકાવી રાખવા) ઉપર જ રહ્યું છે. એક સમયે ખાવાનું પામવાનું પણ એક ભગીરથ પડકારરૂપ કામ હતું. છેલ્લા 50 વર્ષમાં આપણી આહાર પદ્ધતિ પણ આયોજિત થઇ છે. હવે આપણે સુપર માર્કેટમાં જઇને જે ખાવું હોય તે ખરીદી શકીએ છીએ.
આજના સમયમાં એવું પહેલી વખત બની રહ્યું છે કે, માનવી એવા તબક્કે પહોંચ્યો છે કે જ્યાં તે તેના ટકી રહેવાના અભિગમને થોડો હળવો બનાવી શકે છે. આપણે ટકી રહેવાના અભિગમને થોડો હળવો બનાવી શકીએ તો તમે જોઇ શકશો કે નારીશક્તિ કે નારીત્વ પણ સાહજિક રીતે નોંધપાત્ર બનશે. પરંતુ કમનસીબે આધુનિક સમાજે ટકી રહેવાની ભાવનાને હળવી કરી નથી પછી તે કાર હોય, ઘર હોય કે અન્ય કાંઇ પણ, આપણે આડશ ઊભી કરી દેતા હોઇએ છીએ.
હાલમાં સમગ્ર વિશ્વ અર્થતંત્રો દ્વારા શાસિત કે આધિપત્ય હેઠળ છે. નાણાં મહત્વની બાબત બને છે ત્યારે નરજાતિ આપણા સામાજિક ઢાંચાનો મુખ્ય હિસ્સો બની રહે છે. આપણે કમનસીબે આ દિશામાં જઇ રહ્યા છીએ. આપણે ખાસ કરીને પશ્ચિમી સમાજમાં નારીશક્તિનો ઘણી બધી રીતે લગભગ છેદ ઉડાડી દીધો છે. પશ્ચિમી સમાજ જેવી સ્થિતિની હવે તો ભારતમાં પણ શરૂઆત થઇ ચૂકી છે.
નર અને નારીજાતિને મહિલા અને પુરૂષ તરીકે નહીં પરંતુ બે અલગ અલગ ગુણ તરીકે જોવી રહી કારણ કે, આજકાલ એવી પણ મહિલાઓ છે, જે પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી છે અને ઘણા પુરુષો પણ મહિલાઓ કરતાં વધારે નારીત્વવાળા છે. નારીત્વએ સાચે જ પ્રસરવું હોય, નારીત્વનો પ્રવાહ વહેતો રાખવો હોય તો આપણે એવા સમાજની રચના કરવી રહી કે જેમાં આપણા મૂલ્યો જીવનના પ્રત્યેક પાસા સુધી પ્રસરે. જ્યારે સંગીત, કળા, પ્રેમ જેવી બાબતો અર્થશાસ્ત્ર કે અર્થકારણ કરતાં વધારે મહત્વની થાય છે ત્યારે મહિલાઓએ પુરુષો કરતાં પણ વધારે ભૂમિકા ભજવવાની થાય છે. કોઇ એક ઘર, સામાજિક ઢાંચો, રાષ્ટ્ર કે માનવીય સમુદાય ત્યાં સુધી સંપૂર્ણ નથી નીવડતો કે જ્યાં સુધી મહિલાને પૂર્ણ અભિવ્યક્તિ ના સાંપડી હોય. તમારે તમારા જીવન, તમારી આસપાસ અને સમાજમાં આમ બનવા દેવું રહ્યું, નહીં તો આપણે અપૂર્ણ જીવન જીવીશું.
આજે સૌ કોઇ મહત્વાકાંક્ષી છે અને સૌને સફળતા મેળવવી છે. પરંતુ તે માટેનો માર્ગ મૂર્ખામીભર્યો હોય છે. મહત્વાકાંક્ષાથી દોરવાયા વિના પણ સફળતાને પામવાનો માર્ગ છે. તમે તમારી આસપાસના સર્વકાંઇથી ચિંતીત હશો તો તમે સ્વાભાવિકપણે તમારાથી થતું શ્રેષ્ઠ કરશો અને તેમાં પાછીપાની પણ નહીં કરો. મહિલાઓની કામ કરવાની ઢબ આવી હોય છે. જગતમાં કામ કરવાનો આજ શ્રેષ્ઠ માર્ગ છે.
જ્યારે તમે અંગત મહત્વાકાંક્ષાથી અલગ રહી કાંઇ પણ કામ કરો છો ત્યારે તમે માત્ર તમારા માટે જ નહીં અન્ય કોઇપણ ના કલ્યાણ કાજે પણ ઘણું બધું કામ કરો પણ ખરા. ગ્લોબલ વોર્મિંગ એ માનવ પ્રવૃત્તિનું પરિણામ છે. આપણી આસપાસ શું છે તેની ચિંતા કર્યા વિના આપણે આમ કરતાં રહીશું તો છેવટે પુરુષ કે મહિલા, કશું જ રહ્યું નહીં હોય.
આ જગતમાં જો નારીશક્તિને વધુ અભિવ્યક્તિ સાંપડે તો શેરબજારો કદાચ નવી ઊંચાઇએ ના પહોંચે, પરંતુ લોકોના ચહેરા પ્રેમાળ બને. તેમ બને અને આવું થાય તો જીવન વધુ સુંદર બની રહેશે. આમ જોવા જાઓ બધી જ પ્રવૃત્તિ માનવ જગતના કલ્યાણ માટે જ થતી હોય છે. પરંતુ આ બધું ભૂલાઇ ગયું છે. કારણ કે, નરજાતિની આદત એવી છે કે, ક્યાંય પણ જવું હોય તો આગળ પાછળ જોયા વિના જ આગળ વધે છે. નારીજાતિ ક્યાંય પણ જવા મથતી નથી અને જ્યાં છે ત્યાં વધુ સુખી છે. જો આ બંને પાસાને સંતુલિત કરવામાં આવે તો આપણે ગમે ત્યાં જઇએ પરંતુ, આપણે હાલમાં જ્યાં છીએ તેને આપણે માણતા રહીશું, જગતમાં આમ જ થવું જોઇતું હોવું જોઈએ.
– Isha Foundation