પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
કોરોના મહામારીને કારણે 40 ટકા કમર્ચારીઓના પગારમાં ઘટાડો થયો છે, એમ ગ્રાન્ટ થોર્નટનના ‘હ્યુમન કેપિટલ સર્વે’માં જણાવાયું હતું. કન્ઝ્યુમર, રિટેલ, ઇ-કોમર્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઉત્પાદન, ઓટોમોટિવ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં 16,700 કર્મચારીઓ પર આ સર્વે કરવામાં આવ્યો છે. આમ પગાર કાપની અસર મોટાભાગના ક્ષેત્રોમાં દેખાય છે.
સર્વેમાં 40% કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના કુલ પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 16% કર્મચારીઓ જણાવ્યું હતું કે તેઓએ તેમની ફિક્સ્ડ સેલરીમાં હંગામી ઘટાડો થયો છે. સર્વેમાં જણાવ્યા અનુસાર કે કોરોના મહામારીને લીધે વેરિયેબલ પે અથવા પરફોર્મન્સ પેમાં ઘટાડો થવાનું વલણ રહ્યું છે. મહામારી દરમિયાન 31% કર્મચારીઓને વેરિયેબલ પે મળ્યું નથી. આ ઉપરાંત 33% કર્મચારીઓના વેરિયેબલ પગારમાં ઘટાડો થયો છે.
ગ્રાન્ટ થોર્નટન ઇન્ડિયાના પાર્ટનર અમિત જયસ્વાલ કહે છે કે સર્વેક્ષણ કરાયેલા કર્મચારીઓમાંથી ત્રીજા ભાગના કર્મચારીઓના નિયત પગારમાં 20% થી વધુનો ઘટાડો થયો છે. સર્વેમાં સામેલ અડધાથી વધુ કર્મચારીઓનું કહેવું છે કે જો વિકલ્પ મળે તો તે કુલ સેલેરીમાં કાપ છતાં ફિક્સ્ડ સેલેરીમાં વધારાની પસંદગી કરશે. જયસ્વાલનું કહેવું છે કે કર્મચારી હવે પોતાના વેતન ઘટાડાના જોખમને ઘટાડવા માટે વર્તમાન પે સ્ટ્રક્ચરને બદલવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.