વોલ્ફટેક દ્વારા પ્રાયોજિત RTS ટેલિવિઝન જર્નાલિઝમ એવોર્ડ્સ 2022માં ITV થી BBC સુધીની 40 વર્ષની ઝળહળતી કારકિર્દી માટે સમીર શાહ CBEને આઉટસ્ટેન્ડીંગ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ એનાયત કરાયો હતો. પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરતા પહેલા – બંને નેટવર્ક પર ઘણા સફળ વર્તમાન બાબતોના કાર્યક્રમો કર્યા હતા.

સમાચાર અને વર્તમાન બાબતો માટે સર્જનાત્મક અને ઉત્કૃષ્ટ પત્રકારત્વની ઉજવણી કરતો આ એવોર્ડ સમારોહ લંડનની ગ્રોવનર હાઉસ હોટેલમાં યોજાયો હતો જેને પત્રકાર અને પ્રસ્તુતકર્તા કેથી ન્યુમેન દ્વારા આયોજિત કરાયો હતો. ITVને સૌથી વધુ, કુલ 19માંથી 9 એવોર્ડ મળ્યા હતા. સ્કાય અને બીબીસીને તે પછીના ક્રમે એવોર્ડ મળ્યા હતા.