Heyzman Rajinder Pal charged with murder
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ નજીક આવેલા સાણંદમાં એક મહિલાનું માથુ ધડથી અલગ કરેલી લાશ મળી આવી હતી. આ મહિલાનો પતિ ફરાર થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પતિએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો કેસ નોંધાયો હતો. ઘરમાંથી વિચિત્ર દુર્ગંધ આવતી હતી ત્યારે પાડોશીઓને શંકા ગઈ અને જ્યારે ઘર ખોલીને તપાસ કરી તો મહિલા મૃત હાલતમાં પડી હતી. આ અંગે મૃતક મહિલાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે હત્યા કર્યા બાદ મહિલાનો પતિ ફરાર થઈ ગયો છે અને તેમના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. હવે આ મામલે પોલીસે આરોપી પતિની શોધખોળ કરવાની સાથે અન્ય તપાસ પણ શરુ કરી હતી.

મૂળ કચ્છના અને સાણંદના ગઢવી વાસમાં ભાડે મકાન રાખીને રહેતા દંપતીમાં પતિ તેની પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી પતિએ તિક્ષણ હથિયારનો ઉપયોગ કરીને પત્નીની હત્યા બાદ ગળું ધડથી અલગ કરી નાખ્યું હોવાની દિશા તપાસ ચાલુ થઈ હતી. મૂળ કચ્છના આડેસરના હિતેશ ઉર્ફે ચકો ગોહિલના લગ્ન 12 જુલાઈ 2021ના રોજ રાપરના હંસાબેન સાથે થયા હતા. હિતેશને GIDCમાં નોકરી મળતા તે પત્નીને લઈને સાણંદ આવ્યો હતો. આ દરમિયાન પાડોશીઓને ઘરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોવાથી ઘરમાં તપાસ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે હંસાબેનની હત્યા થઈ ગઈ હતી.