ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી હતી. આ પ્રસંગે ડેમ સાઈટ એકતા નગર પહોંચીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકમાતા નર્મદાના જળનું પૂજન કરીને વધામણાંથી કર્યા હતાં.

નર્મદા ડેમ રાજ્યના ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પાડે છે. આ ઉપરાંત રાજ્યનો સૌથી મોટી સિંચાઈ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ છ વખથ તેની મહત્તમ સપાટી સુધી ભરાયો છે.

ગુજરાતમાં આ વખતનું ચોમાસુ સોળ આની રહ્યું છે. રાજયમાં અત્યાર સુધીમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ હજી પણ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી હતી. સોળ આની એટલે 100 ટકા વરસાદ ગણાય. આ મુજબ આ વખતે ગુજરાતમાં 882 મી.મીની સરેરાશ સામે 1022 મીમી વરસાદ વરસી ગયો છે.

LEAVE A REPLY