, September 21, 2025. REUTERS/Daniel Cole

ટેસ્લાના શેરમાં તેજી અને આ વર્ષે તેમના અન્ય સાહસોના મૂલ્યાંકનમાં વધારાને કારણે, બુધવારે આ ઇલેક્ટ્રિક કાર કંપનીના CEO ઇલોન મસ્ક લગભગ $500 બિલિયનની નેટવર્થ હાંસલ કરનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. ફોર્બ્સના બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ મસ્કની કુલ સંપત્તિ 4:15 વાગ્યા સુધીમાં $500.1 બિલિયન થઈ હતી.

મસ્કનું નસીબ ટેસ્લા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ટેસ્લામાં તેઓ 15 સપ્ટેમ્બર સુધીમાં આશરે 12.4 ટકા હિસ્સો ધરાવતા હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં ટેસ્લાના શેર 14% થી વધુ વધ્યા છે, જેનાથી મસ્કની સંપત્તિમાં $6 બિલિયનથી વધુનો ઉમેરો થયો છે.આની સાથે જ, તેમની અન્ય કંપનીઓ સ્પેસએક્સ (SpaceX) અને એક્સએઆઇ (xAI)ના વધતા મૂલ્યાંકને પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઓરેકલના સ્થાપક લેરી એલિસન ફોર્બ્સની યાદીમાં બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે, જેમની કુલ સંપત્તિ બુધવાર સુધીમાં લગભગ $350.7 બિલિયન છે.

મસ્કનો જન્મ કેનેડિયન માતા અને શ્વેત દક્ષિણ આફ્રિકાના પિતાને થયો હતો અને તેનો ઉછેર દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમણે 17 વર્ષની ઉંમરે કેનેડા જતા પહેલા પ્રિટોરિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1995માં કેલિફોર્નિયા ગયા પરંતુ તેમણે તેમના ભાઈ કિમ્બલ સાથે વેબ સોફ્ટવેર કંપની Zip2ની સહ-સ્થાપના કરીને બિઝનેસ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. 2002માં મસ્કે એરોસ્પેસ ઉત્પાદક અને અવકાશ પરિવહન સેવા કંપની, SpaceXની સ્થાપના કરી હતી. 2004માં તેઓ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા મોટર્સમાં ચેરમેન અને પ્રોડક્ટ આર્કિટેક્ટ તરીકે જોડાયા હતાં અને 2008માં સીઇઓનું પદ સંભાળ્યું હતું. 2016માં મગજ-કોમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ન્યુરોટેકનોલોજી કંપની ન્યુરાલિંકની સહ-સ્થાપના કરી અને ટનલ બાંધકામ કંપની, ધ બોરિંગ કંપનીની સ્થાપના કરી હતી.

LEAVE A REPLY