ફ્રાન્સના પાટનગર પેરિસમાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ્સમાં ભારતના ટોચના પુરૂષોના ડબલ્સના ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો શનિવારે મોડી રાત્રે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ચીનની ચેન બો યાંગ અને લિયુ યીની જોડી સામે 19-21, 21-18, 12-21થી પરાજય થતાં તેમને બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ થવું પડ્યું હતું. એક કલાક સાત મિનિટના આ મુકાબલામાં તેઓ એક ગેમ જીત્યા હતા. આ ભારતીય જોડીએ 2022માં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અગાઉ પી. વી. સિંધુ મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઈનલમાં તથા મિક્સડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિશા ક્રેસ્ટો પણ ક્વાર્ટર ફાઈનલમાં પરાજિત થયા હતા.
