class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે રાજ્ય સરકાર તમામ સ્કૂલો અને કોલેજો સંપૂર્ણપણે ઓફલાઇન ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં બે વર્ષ બાદ આંગળવાડી અને પ્રી-સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા 21 ફેબ્રુઆરી 2022થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે એમ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં 17 ફેબ્રુઆરીએ કોરોનાના 870 નવા કેસ સામે આવ્યા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા.