(PTI Photo/R Senthil Kumar)
કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપનારા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી ખેતીના આજીવન હિમાયતી એમ એસ સ્વામીનાથનનું ગુરુવારે વય-સંબંધિત બીમારીને પગલે ચેન્નાઇમાં અવસાન થયું હતું. તેઓ 98 વર્ષના હતાં અને તેમના પરિવારમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન સહિત ત્રણ પુત્રીઓ છે.
ખાદ્ય અને પોષણ સુરક્ષાના ચુસ્ત હિમાયતીએ 1960ના દાયકાના દુષ્કાળનો સામનો કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીનાથનની રાષ્ટ્ર પ્રત્યેની  સેવાને બિરદાવતા શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે તેમના અભૂતપૂર્વ યોગદાનથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું અને ભારતની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેમને હરિત ક્રાંતિના મુખ્ય વૈજ્ઞાનિક શિલ્પી ગણાવ્યા હતા અને કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.
સ્વામીનાથન ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (1961-72)ના ડાયરેક્ટર, ભારતીય કૃષિ સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ અને ભારત સરકારના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (1972-79)ના સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે એમએસ સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા “ઇકોનોમિક ઇકોલોજીના પિતા” તરીકે વર્ણવવામાં આવ્યા હતાં.
1960ના દાયકામા દેશ વ્યાપક દુષ્કાળની સંભાવનાનો સામનો કરી રહ્યો હતો ત્યારે ભારતમાં ઊંચી ઉપજ આપતી ઘઉં અને ચોખાની જાતો વિકસાવી હતી. તેનાથી તેમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળ્યું હતું. વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર તેનાથી ઘઉંનું ઉત્પાદન માત્ર થોડા વર્ષોમાં બમણું થઈ ગયું છે અને દેશ આત્મનિર્ભર બન્યો હતો. તેમને વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 84 ઓનરરી ડોક્ટરેટની પદવી મળી હતી.

LEAVE A REPLY

5 − four =