(ANI Photo)

અમદાવાદમાં ‘મિનિ બાંગ્લાદેશ’ તરીકે ઓળખતા ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનું મંગળવારે બીજુ અને અંતિમ અભિયાન ચાલુ થયો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સત્તાવાળાએ ચંડોળા તળાવની આસપાસના 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનું અભિયાન ચાલુ કર્યું હતું.  35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો હતો. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગયા મહિને દાણીલીમડા વિસ્તારમાં તળાવની આસપાસના 1.25 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘરો સહિત અતિક્રમણ દૂર કર્યા હતાં.

જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું હતું કે સવારે શરૂ થયેલા ડિમોલિશન અભિયાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 3,000 પોલીસકર્મીઓ અને રાજ્ય અનામત પોલીસ (SRP)ના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં, અમારું મુખ્ય લક્ષ્ય અસામાજિક તત્વો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓ હતાં, જેઓ અહીં રહેતા હતા. અમે ડિમોલિશનના પહેલા તબક્કા પહેલા અહીં ગેરકાયદેસર રીતે રહેતા 202 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બીજા તબક્કામાં, અમે બાકીના ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરીશું. જ્યાં સુધી બધી ગેરકાયદેસર બાંધકામો દૂર ન થાય ત્યાં સુધી ડિમોલિશન ચાલુ રહેશે,”

અધિકારીએ જણાવ્યું હતું કે, ડિમોલિશનના આ અભિયાન શરૂ કરતા પહેલા, AMCએ એક સર્વે હાથ ધર્યો હતો અને જાણવા મળ્યું હતું કે તળાવની આસપાસનો લગભગ 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર હજુ પણ કબજે કરવામાં આવ્યો છે. ડ્રોન સર્વેક્ષણમાં પુષ્ટિ મળી હતી કે વિશાળ જમીન પર લગભગ 8,000 ઘરો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY