અમદાવાદ ૩ જૂને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ રમાશે. આ ઉપરાંત ક્વોલિફાયર-2 મેચ પણ રમાશે, જ્યારે મુલ્લાનપુર આ મહિને પ્રથમ બે પ્લે-ઓફ મેચોનું આયોજન થશે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર 29 અને 30 મેના રોજ મુલ્લાનપુરમાં રમાશે જ્યારે અમદાવાદમાં ક્વોલિફાયર 2 અને ફાઇનલ અનુક્રમે 1 અને 3 જૂનના રોજ યોજાશે. અમદાવાદમાં અગાઉ 2022 અને 2023માં IPL ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસાને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ 23મેના રોજ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચ લખનૌમાં ખસેડી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી છેલ્લી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.બીસીસીઆઈએ સ્થળો નક્કી કરતા પહેલા ચોમાસાની ઋતુને પણ ધ્યાનમાં લીધી છે.બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્લેઓફ માટે નવા સ્થળોનો નિર્ણય આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે હવામાનની સ્થિતિ અને અન્ય પરિમાણોને ધ્યાનમાં રાખીને લીધો હતો.”
