પ્રતિક તસવીર (Photo by Jeff J MitchellGetty Images)

યુકેની પ્રથમ સેલ્ફ-ડ્રાઇવિંગ એટલે કે ડ્રાઇવર વગરની બસનો સોમવારે સ્કોટલેન્ડમાં રોડ ટ્રાયલ શરૂ કરાયો હતો અને આગામી મહિનાઓમાં મુસાફરો માટે તેનો ઉપયોગ કરવાની યોજના છે. આ બસોમાં સેન્સર લગાવવામાં આવ્યા છે અને પહેલાથી જ પસંદ કરેલા રસ્તાઓ પર આ બસ ચલાવવામાં આવશે. આ સેન્સરના કારણે સેફ્ટી ડ્રાઈવરે હસ્તક્ષેપ કરવો નહિં પડે.

આ બસો એક સપ્તાહમાં પુલ પર 14 માઈલ સુધી 36 મુસાફરોને લઈ જવા માટે સક્ષમ બનશે અને 10,000 મુસાફરોનું પરિવહન કરશે.

પ્રોજેક્ટ CAVForth હેઠળ આ સ્વાયત્ત બસ સેવાને સ્કોટિશ સરકાર દ્વારા ફાઇફના ફેરીટોલ પાર્ક અને રાઇડ સુવિધાથી, ફોર્થ રોડ બ્રિજ પબ્લિક ટ્રાન્સપોર્ટ કોરિડોર તરફ, એડિનબરા પાર્ક સુધીના રોડ નેટવર્ક પર ચલાવાશે. મોટાભાગે ટ્રાન્સપોર્ટ સ્કોટલેન્ડ દ્વારા મોટરવે પર  બસ ચલાવાશે. સિંગલ ડેક ઓટોનોમસ બસો, પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે ચાલશે.