બાંગ્લાદેશની ટીમ મંગળવારે કાનપુરમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે હોટેલ લેન્ડમાર્ક પહોંચી છે. (ANI Photo)

ચેન્નાઈ ટેસ્ટમાં રવિવારે ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું તેની સાથે કેટલાય રેકોર્ડ તૂટ્યા હતા. સૌથી મહત્ત્વના રેકોર્ડમાં ભારત 92 વર્ષમાં હજી સુધીમાં કુલ 580 ટેસ્ટ મેચ રમ્યું છે અને હવે તેના વિજયની સંખ્યા પરાજય કરતાં વધી ગઈ છે. ભારતનો 179 ટેસ્ટ મેચમાં વિજય અને 178માં પરાજય થયો છે. એક ટેસ્ટ મેચ ટાઈ અને 222 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વિજયના માર્જિનમાં પણ બાંગ્લાદેશ સામે ભારતનો રવિવારનો 280 રનથી વિજયનો રેકોર્ડ છે, આ અગાઉ તે 2017માં 208 રને વિજયનો હતો.

બાંગ્લાદેશ – ભારત વચ્ચે અત્યારસુધીમાં 14 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી 12માં ભારતનો વિજય થયો છે, તો બાકીની બે ડ્રો રહી છે, બાંગ્લાદેશને હજી સુધી એકેય વિજય મળ્યો નથી.

વ્યક્તિગત રેકોર્ડમાં અશ્વિને કારકિર્દીમાં 37મી વખત ટેસ્ટ મેચની ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવી છે, જે ઓસ્ટ્રેલિયાના સ્પિન જાદુગર ગણાતા શેન વોર્નની બરાબરીમાં છે. હવે અશ્વિનને તેનાથી આગળ નિકળવાની તક રહે છે, તો શ્રીલંકાના મુથૈયા મુરલિધરને 67 વખત પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવી છે, તેનો રેકોર્ડ તોડવો તો હાલમાં અશ્વિન માટે શક્ય જણાતું નથી.

LEAVE A REPLY