Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલની રિવોલ્વરથી થયેલા ફાયરિંગમાં તેમના પત્નીનું મોત થયું હતું. પત્નીના મોત પછી યશરાજસિંહ ગોહિલે પણ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. પોલીસે યશરાજ સિંહની સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી હતી.

આ ઘટના બુધવારે મધ્યરાત્રિ પહેલા અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં NRI ટાવર સ્થિત તેમના ઘરે બની હતી. આ દંપતીએ બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં.

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને ગુજરાતમાંથી પાર્ટીના રાજ્યસભા સભ્ય છે. પત્રકારો સાથે વાતચીત કરતાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક તપાસ અને યશરાજસિંહની માતાના નિવેદન પરથી એવું લાગે છે કે ગોળી ભૂલથી ચલાવવામાં આવી હતી અને જાણી જોઈને નહીં, પરંતુ સત્ય જાણવા માટે બંને મૃતકોના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે કામ કરતા હતાં.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ દંપતી સુખી લગ્નજીવન જીવી રહ્યું હતું. યશરાજસિંહ તેમના બેડરૂમમાં તેમની લાઇસન્સવાળી રિવોલ્વર તપાસી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. તેમની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ભૂલથી નીકળી ગઈ અને તે તેમની પત્ની રાજેશ્વરીને ગળા પાસે વાગી ગઈ હતી. ‘૧૦૮’ એમ્બ્યુલન્સ સેવાના પેરામેડિક્સે તેમને મૃત જાહેર કર્યા પછી, યશરાજસિંહે આઘાતમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

એસીપી બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર આ દંપતીએ બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં અને તેઓ બોડકદેવ વિસ્તારમાં યશરાજસિંહની માતા સાથે રહેતા હતાં.આ દંપતી એક સામાજિક મેળાવડામાં ગયા હતાં અને બુધવારે રાત્રે ઘરે પાછા ફર્યા હતાં. સુરક્ષા ગાર્ડે અમને જણાવ્યું કે પાછા ફરતી વખતે બંને ખુશ દેખાતા હતાં અને સીધા તેમના ફ્લેટમાં ગયા. રાત્રે લગભગ ૧૧.૪૫ વાગ્યે દંપતી તેમના બેડરૂમમાં હતા, ત્યારે યશરાજસિંહની રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી અને તેમની પત્નીને વાગી હતી.

LEAVE A REPLY