(ANI Photo)
બોલીવૂડમાં વધુ એક સ્ટારકિડ ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કરવા જઇ રહી છે. સંજય કપૂરની દીકરી અને બોની અને અનિલ કપૂરની ભત્રીજી શનાયા ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ દ્વારા આ ક્ષેત્રમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મમમાં તે વિક્રાંત મેસ્સી સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
11મી જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે. આ અંગે શનાયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડેબ્યુ ફિલ્મ વિશે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, આ ચોમાસામાં માત્ર પડશો નહીં, પ્રેમને માણજો. આંખો કી ગુસ્તાખિયા 11 જુલાઈથી સિનેમાઘરોમાં રજૂ થશે. શનાયાની માતા મહીપ કપૂર અને પિતા સંજયે દીકરીની પ્રથમ ફિલ્મને આવકારી હતી. શ્વેતા બચ્ચનનો દીકરા અગત્સ્ય પણ બોલીવૂડમાં આવી રહ્યો છે ત્યારે શ્વેતાએ પણ શનાયાનો ઉત્સાહ વધાર્યો હતો. ફિલ્મમેકર ઝોયા કપૂર, જાન્હવીની બહેન ખુશી કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝે શનાયાને સપોર્ટ કર્યો હતો.
જાણીતા લેખક રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તા ‘ધ આઈઝ હેવ ઈટ’ના આધારે આ ફિલ્મ બની છે. ફિલ્મમાં શનાયાએ થીયેટર આર્ટિસ્ટનો રોલ કર્યો છે, જ્યારે વિક્રાંત મેસ્સી પ્રજ્ઞાચક્ષુ મ્યૂઝિશિયન છે. આ ફિલ્મને મ્યૂઝિકલ રોમાન્સ તરીકે ઓળખવામાં આવે છે. શનાયા અગાઉ કરણ જોહરની ‘બેધડક’ ફિલ્મથી ડેબ્યુ કરવાની હતી, જેમાં તેની સાથે લક્ષ્ય અને ગુરફતેહ પિરઝાદા લીડ રોલમાં નક્કી થયા હતા.
પરંતુ આ ફિલ્મ કોઈ કારણોસર પડતી મૂકાઈ અને ડેબ્યુ ફિલ્મ માટે શનાયાએ વધારે રાહ જોવી પડી. શનાયા કપૂરની પહેલી ફિલ્મમાં કોઈ સ્ટારકિડના બદલે દમદાર એક્ટર વિક્રાંત મેસ્સીનો લીડ રોલ છે. દરેક પ્રકારના રોલમાં જીવી જનારા વિક્રાંતની લોકપ્રિયતા અને શનાયાનું સ્ટારડમ ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં કેટલું સફળ રહે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY