કિંગ્સ્ટનના શિવ શક્તિ ગણેશ મંડળ દ્વારા તા. 23-24 સપ્ટેમ્બરના રોજ ન્યૂ માલ્ડેનની રિચર્ડ ચેનોલર સ્કૂલમાં સામુદાયિક ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આનંદદાયક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ગણેશ ઉત્સવની ઉજવણીને આસપાસના વિસ્તારોના સમુદાય દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

2 દિવસની ઉજવણી દરમિયાન મહારાષ્ટ્રના લેઝીમ નૃત્ય અને ગુજરાતના ગરબા, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભક્તિ ગીતો – ભજનો સહિત વિવિધ ભારતીય પરંપરાઓનું પ્રદર્શન કરાયું હતું. ઉત્સવમાં વિવિધ સમુદાયના નેતાઓ અને યુકે સ્થિત ચેરિટી સંસ્થાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

fourteen − 10 =