વોશિંગ્ટન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં બે સપ્તાહમાં ખાસ કરીને ઇન્ડિયન અમેરિકનોના ઘરોને ટાર્ગેટ બનાવીને ઘરફોડ ચોરીના કેસોમાં ઉછાળો આવ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસ પણ એલર્ટ બની છે. સ્નોહોમિશ કાઉન્ટી પોલીસે શોધખોળ શરૂ કરીને ચોરોને ઝડપી લેવા માટે જનતાની મદદ માગી છે. પોલીસે દરેકને સાવચેતી રાખવા, કીમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવા તથા તમામ બારીઓ, સ્લાઈડિંગ દરવાજા અને એક્સેસ પોઈન્ટ લોક કરવાની પણ સલાહ આપી છે.

સ્થાનિક ન્યૂઝ ચેનલ  કોમો ન્યૂઝ ચેનલના ગુરુવારના અહેવાલ મુજબ બોથેલ એરિયામાં ભારતીય મૂળના લોકોના ઘરને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં છે. સ્નોહોમિશ કાઉન્ટીના રોબરી એન્ડ બર્ગલરી યુનિટ (RBU)એ છેલ્લા બે અઠવાડિયામાં ઘરફોડ ચોરીઓમાં ઘણા કેસો નોંધ્યાં છે. ચોરો મુખ્યત્વે ભારતીય અમેરિકન પીડિતોને નિશાન બનાવે છે. ઘરફોડ ચોરીઓની ઘટનાઓ ધોળા દિવસે બની હતી. પોલીસને આશંકા છે કે આ સમગ્ર વિસ્તારમાં ચોરોની એક આખી ગેંગ સક્રિય હોઈ શકે છે અને તે એક સંગઠિત ગ્રૂપ છે.

પોલીસને  શંકાસ્પદ વ્યક્તિઓના સર્વેલન્સ વીડિયો અથવા ફોટો શેર કરવા માટે જનતાને અપીલ કરી છે. આ વિસ્તારમાં તાજેતરમાં રહેવા ગયેલી અનુ નામની એક મહિલાએ જણાવ્યું હતું કે અમે અહીં રહેવા આવ્યા ત્યારે આ વિસ્તાર જ ખૂબ સુરક્ષિત લાગતો હતો, પરંતુ હવે આવું લાગતું નથી. અનુના પતિ રામે જણાવ્યું હતું કે મારી પાસે એક કૂતરો છે, પરંતુ હું પોતાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુ એક કૂતરો લાવવાની વિચારણા કરી રહ્યો છે. આ કૂતરો એક ગાર્ડ ડોગ હશે. તેઓ ઘરમાં સિક્યોરિટી કેમેરા ઉપરાંત પેપર સ્પ્રે જેવા બિન ઘાતક શસ્ત્રો રાખવા લાગ્યાં છે. આના માટે હજારો ડોલરનો ખર્ચ થયો છે. મોટાભાગના ભારતીય અમેરિકનો નાગરિકો ન હોવાથી તેઓ હથિયાર રાખી શકતા નથી. તેનાથી ચોરો તેમને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવી શક્યતા છે.

બુધવારે સ્નોહોમિશ કાઉન્ટી શેરિફ ઓફિસે શંકાસ્પદ લોકોના ફોટા જારી કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો કેન્યોન ક્રીક વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા હોવાની આશંકા છે. ડિટેક્ટીવ્સે દરેકને સાવચેતી રાખવા, કીમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવા તથા તમામ બારીઓ, સ્લાઈડિંગ દરવાજા અને એક્સેસ પોઈન્ટ લોક કરવાની પણ સલાહ આપી છે.

 

LEAVE A REPLY

3 × 1 =