ભારતીય અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના ભારત પ્રત્યેના વલણ મુદ્દે ટીકા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) ઝુંબેશ ભારત તરફી નથી. એક ખાસ ઇન્ટરવ્યુમાં, ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય થાનેદારે ટ્રમ્પ દ્વારા વૈશ્વિક વ્યાપારિક ભાગીદાર દેશો સામે આયોજન વગરના ટેરિફના ઉપયોગનો પણ વિરોધ કર્યો હતો અને પ્રેસિડેન્ટ સામે મોંઘવારી વધારવાનો આરોપ મુક્યો હતો. મિશિગનના કોંગ્રેસમેનએ વધુમાં કહ્યું હતું કે, રશિયા સામે નવા પ્રતિબંધ લાદતા બિલ અંગે પણ વધુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે, આ બિલમાં રશિયા પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદનાર ભારત જેવા દેશો સામે ભારે ટેરિફ લાદવાની ચીમકી આપવામાં આવી છે. રીપબ્લિકન પાર્ટીની બહુમતીને ધ્યાનમાં લેતા આ બિલ પસાર થઈ શકે છે.

 

 

LEAVE A REPLY