વેસ્ટ મિડલેન્ડ્સના ઓલ્ડબરી ખાતે રહેતા 52 વર્ષીય જસબીર કૌર અને તેના પતિ રૂપીંદર બાસનની હત્યા કરવા બદલ કોર્ટમાં સુનાવણીનો સામનો કરતા 26 વર્ષીય અનમોલ ચનાએ ફેબ્રુઆરીમાં માતા-પિતાની હત્યા કરી હોવાના આરોપોનો ઇન્કાર કર્યો હતો. કોર્ટમાં જણાવાયું હતું કે અનમોલ માતા અને ઓરમાન પિતાની હત્યા કર્યા બાદ પુત્ર પૂલ રમ્યો હતો.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટની સુનાવણીમાં જેસન પિટર ક્યુસીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘’હેમિલ્ટન રોડ, સ્મિથવિકના અનમોલ ચના દ્વારા જસબીર કૌર અને રુપિંદર સિંહ બસન પર છરી વડે આક્રમક હુમલો કરી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેમાં તેમને 20થી વધુ ઘા કરાયા હતા.

ચનાએ તેની માતાને 2017માં એક ટેક્સ્ટ સંદેશામાં કહ્યું હતું કે “મેન, મારે તેને છરી મારવી છે અથવા તેના ગળામાં ઉકળતુ તેલ રેડવું છે.’’ તેનું “વર્તન બગડ્યું” હતું અને તે માતા અને બહેન પ્રત્યે પણ આક્રમક હતો. તેને 16 વર્ષની વયે “ચાકુ પ્રત્યેનું આકર્ષણ” હોવાથી તેને ઘરમાં બંધ રાખવો પડતો હતો. અને તેની વર્તણૂકને કારણે પોલીસ બોલાવવામાં આવી હતી.

જસબીર કૌરે 2019માં બીજા લગ્ન કર્યા બાદ તેના પતિ રૂપીંદરે “સહાનુભૂતિ” રાખી અનમોલને પોતાના ઘરે રાખ્યો હતો જેથી તેઓ તેમની સંભાળ રાખી શકે. જેથી તે 22 ફેબ્રુઆરીએ પિતાના ઘરે રહેવા ગયો હતો. પરંતુ તેની બહેન કિરણે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 4:29 કલાકે પોલીસ બોલાવતા તેમણે પતિ-પત્નીની હત્યા થયેલી જોઇ હતી.

જૂરીના જણાવાયું હતું કે અનમોલ ઘરમાંથી પૈસાની ચોરી કરી અને મિસ્ટર બાસનની કારમાં ભાગ્યો હતો. તેને ખુદને અંગૂઠા પર ઇજા થઇ હોવાથી હોસ્પિટલ ગયો હતો અને પછી દારૂ પીવા માટે પબમાં જઇમે પૂલ રમ્યો હતો. કેસ ચાલુ છે.