પ્રતિક તસવીર (ANI Photo)

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે યુકેમાં વસતા કેટલાક શીખોને વ્યક્તિગત રીતે ચેતવણી આપી છે કે તેમના જીવનને ખતરો છે. આ ચેતવણીઓને પગલે શીખ ડાયસ્પોરામાં તણાવ અને ભારત દ્વારા તેમની હત્યા કરાય તેવી કોન્સ્પીરસી થીયરીઓને વેગ આપ્યો છે. ભારતમાં ખાલિસ્તાની અલગતાવાદી ચળવળને લઈને વધેલા તણાવ અને નરેન્દ્ર મોદી શાસન દ્વારા ડરાવવાના કહેવાતા આક્ષેપો વચ્ચે તેમનો જીવ જોખમમાં હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસને શંકા છે કે ભારતીય એજન્ટો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં કથિત રીતે આયોજિત હત્યાઓ કરાઇ તે રીતે યુકેમાં હત્યાઓ કરાઇ શકે છે. ભારતમાં અલગ શીખ રાજ્ય માટે ઝુંબેશ ચલાવનાર 35 વર્ષીય અવતાર સિંહ ખાંડાનું જૂન માસમાં બર્મિંગહામમાં અવસાન થયા બાદ આકસ્મિક મૃત્યુ અંગે વધુ તપાસ માટે માંગણી કરાયા બાદ આ ચેતવણી બહાર આવી છે.

લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે રાષ્ટ્રધ્વજને નીચે ખેંચવા બદલ ભારતે ખાંડાને દોષી ઠેરવ્યો હતો. કેટલાક શીખો માને છે કે ખાંડાને કોઈક રીતે એજન્ટો દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. જો કે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કોઈ શંકાસ્પદ સંજોગો ન હોવાનું જણાવ્યું હતું.

બ્રિટનમાં વસતા કેટલાક શીખ નેતાઓએ ચેતવણી આપી છે કે ભારત સરકાર ડાયસ્પોરામાં અસંમતિને દબાવી રહી છે અને ખાલિસ્તાનની માંગણી કરતા અલગતાવાદીઓને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. યુકેમાં વસતા કેટલાક ખાલિસ્તાન તરફી કાર્યકર્તાઓ આક્રમક અને સાંપ્રદાયિક હોવાના વિરોધી દાવાઓ પણ કરાઇ રહ્યા છે.

જીવના જોખમની ‘ઓસ્માન નોટિસ’ સામાન્ય રીતે ઓરગેનાઇઝ્ડ ક્રીમીનલ ગેંગ સાથે સંકળાયેલી છે અને પોલીસ સંભવિત ભોગ બનનારને તે માટે ચેતવણી આપે છે.

ઓસ્માન નોટીસ મેળવનાર ત્રીસેક વર્ષના એક શીખે કહ્યું હતું કે ‘’હું માનુ છું કે આ ધમકી વેસ્ટ મિડલેન્ડ સમુદાયના ધાર્મિક કટ્ટરપંથીઓ તરફથી આવી છે કારણ કે હું મારો મત જાહેર કરવા માટે ડરતો નથી. હું અને મારા પિતા સમુદાયમાં અવાજ ઉઠાવીએ છીએ. મેં શાસન વિરુદ્ધ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર સામગ્રી પોસ્ટ કરી છે.”

કેટલાક શીખ નેતાઓએ રહ્યું છે કે ખાલિસ્તાનની માંગ કરી શાંતિપૂર્ણ દેખાવ કારનારાઓને ભારત સરકારે રાજ્યના દુશ્મન તરીકે ચીતર્યા છે. શીખ નેતાઓ એકલા મુસાફરી ન કરવા સહિતના રક્ષણાત્મક પગલાં લઈ રહ્યા છે.

LEAVE A REPLY

two × five =