image twitter

અમેરિકામાં વસતા 6 ગુજરાતીઓ લંડન એરપોર્ટ પર ફસાયા છે. ગ્રીન કાર્ડ ધારકોને જ અમેરિકામાં પ્રવેશ આપવાના નિર્ણય લેતા મુશ્કેલી સર્જાઈ છે.મળતી માહિતી મુજબ ફસાયેલા 6 લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે અને છેલ્લા 20 કલાક કરતા પણ વધુ સમયથી લંડન એરપોર્ટ પર ફસાયેલા છે. આ 6 ગુજરાતીઓ મિત્રો સાથે મોરક્કો ફરવા ગયા હતાં. ફસાયેલા લોકો પાસે ગ્રીન કાર્ડ હોવાથી મૂંજવણમાં મૂકાયા છે. આ બાજુ ભારતે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. તેમને અમેરિકા કે ભારત ક્યાંય પણ પરત ફરવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.