ગીર સોમનાથમાં ગુરુવારે ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત સુત્રાપાડા શહેરનું એરિયલ વ્યુ. (ANI Photo)

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પછી સોમનાથ મંદિર ટ્રસ્ટ ધમધમતું થઈ ગયું હતું અને રાતોરાત 2000 કિલો બુંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા.

સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારા ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફોન કરી સૂચના આપી હતી. જેના કારણે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ગઈકાલે સૌપ્રથમ અસરગ્રસ્ત વિસ્તારમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોડી રાતથી જ ગુંદી-ગાંઠિયા બનાવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં કુલ 1000 કિલો ગાંઠિયાના 5000થી વધુ ફૂડ પેકેટ અને 1000 કિલો બુંદીના 5000થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા.

 

LEAVE A REPLY

8 + seven =