new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોનિયા ગાંધીને પૂછપરછ માટે ૨૧મી જુલાઈએ હાજર થવા સોમવારે સમન્સ પાઠવ્યું હતું. અગાઉ ૮ જૂનની નોટિસ અપાઈ હતી, પરંતુ સોનિયા ગાંધીને કોરોના થતાં ચાર સપ્તાહનો સમય અપાયો હતો.

કોરોના થયા બાદ હોસ્પિટલમાં દાખલ હોવાથી સોનિયા ગાંધીએ ઈડી પાસે ચાર સપ્તાહનો સમય માગ્યો હતો. ૧૮મી જૂને સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી હતી. ઈડીએ આપેલો ચાર સપ્તાહનો સમય ૨૨મી જુલાઈએ પૂરો થાય છે. ઈડીએ ૨૧મી જુલાઈએ હાજર થવાની નવી નોટિસ જારી કરી છે. સોનિયા ગાંધી ૨૧મી જુલાઈએ ઈડી સમક્ષ હાજર થઈને નેશનલ હેરાલ્ડ કેસમાં નિવેદન આપશે. અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીની ૫૦ કલાક સુધી પૂછપરછ કરી હતી. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ફંડિંગનો આરોપ મૂક્યો હતો અને દિલ્હી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ૫૦ લાખ રૃપિયા આપીને સોનિયા અને રાહુલ ગાંધીએ કંપનીની ૯૦ કરોડ રૃપિયાની સંપત્તિ પર અધિકાર મેળવી લીધો હોવાનો આરોપ સુબ્રમણ્યમ સ્વામીએ મૂક્યો હતો.  એ મુદ્દે ઈડી તપાસ કરી રહી છે.