(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

બોલીવૂમાં ઘણા વર્ષોથી અંડરવર્લ્ડનો દબદબો ચાલતો આવી રહ્યો છે. એક સમય તો એવો હતો જ્યારે બોલીવૂડમાં હિરોઈનોના સિલેક્શનની લગામ પણ અંડરવર્લ્ડના હાથમાં હતી. એટલે સુધી કે કેટલીય અભિનેત્રીઓ એવી છે જેમનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાયું અને તેમનું સમગ્ર કરિયર તબાહ થઈ ગયું. બોલીવુડમાં અંડરવર્લ્ડના આ દબદબા પર જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ મૌન તોડ્યું છે.

સોનાલી બેન્દ્રેએ બોલીવૂડ અને અંડરવર્લ્ડ કનેક્શનને લઈને કેટલાક રાઝ ખોલ્યા છે. સોનાલી બેન્દ્રેએ 90ના દાયકા વિશે વાત કરતા કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે મારે એક ભૂમિકા નિભાવવાની હતી અને આ ભૂમિકા અન્ય કોઈ અભિનેત્રીને મળી, કારણ કે, નિર્માતા-દિગ્દર્શક પર કોઇકનો ફોન આવ્યો હતો. પછી ડાયરેક્ટર કે કો-એક્ટર તમને કોલ કરશે અને કહેશે કે મારી ઉપર દબાણ છે અને હુ આ વિશે કંઈ કરી શકું તેમ નથી. હુ આ બધું સમજતી હતી.
ફિલ્મમાં અંડરવર્લ્ડના રૂપિયાનુ રોકાણ થતુ સોનાલી બેન્દ્રેએ તે સમય વિશે વધુમાં કહ્યું કે, કેટલાક એવા સૂત્ર હતા જેનાથી એ જાણ થઈ હતી કે અંડરવર્લ્ડમાંથી ફાઈનાન્સ થતું હતું પરંતુ કંઈ પણ પ્રોપર નહોતું.