Sonam Kapoor gave birth to a son
. (Photo by Gareth Cattermole/Getty Images)

અનિલ કપૂરની અભિનેત્રી પુત્રી સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાને તાજેતરમાં ત્યાં પુત્રનો જન્મ થયો છે. આ અંગેની માહિતી તેમણે તેમના ખાસ મિત્રોને એક મેસેજ દ્વારા આપી છે. રણબીર કપૂરની માતા નીતુ કપૂરે સોનમના માતા-પિતા અનિલ અને સુનિતા કપૂરને શુભકામનાઓ આપી હતી. તેણે સોનમ અને આનંદ આહુજાએ લખેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં લખ્યું છે કે, અમારે ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો છે. અમારા આ દિવસ માટે અમારા તમામ ડોકટર, નર્સ, મિત્રો અને પરિવારના સભ્યોનો આભાર માનીએ છીએ.

આ અમારા માટે એક સારી શરૂઆત છે, અને અમે જાણીએ છીએ કે, પુત્રના જન્મ પછી અમારી અંગત લાઇફમાં ઘણા ફેરફાર થવાના છે. સોનમ અને આનંદ.ફિલ્મસર્જક ફરાહ ખાને પણ આ જ મેસેજ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તે બંને તેમ જ નાના-નાની અનિલ અને સુનિતા કપૂરને વધામણી આપી છે. ગત માર્ચ મહિનામાં સોનમ અને આનંદે સોનમની ગર્ભાવસ્થાની તસવીરો શેર કરીને તેમના ઘરે પારણું બંધાવાનું છે તેની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર અને નીતુ કપૂર અભિનિત ફિલ્મ જુગજુગ જિયોમાં તાજેતરમાં જ રીલીઝ થઇ છે. હવે બોલીવૂડમાં લોકો આલિયા ભટ્ટ અને બિપાસા બાશુને આવનારા બાળકની રાહ જોઇ રહ્યા છે.

LEAVE A REPLY

11 + thirteen =