(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને આમંત્રણ મોકલ્યા છે. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા નથી,

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. તે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરશે. જોકે હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આવનારા દિવસોમાં તેમને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. સુત્રોએ કહ્યું હતું કે ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરીને વ્યક્તિગત આમંત્રણ મોકલાયા છે. સમારોહ માટે ભૂતપૂર્વ વડાપ્રધાનો મનમોહન સિંહ અને એચ.ડી.દેવગૌડાને પણ આમંત્રણ મોકલાયા છે. આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવાની શક્યતા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments