65.53 percent result of class 12 science in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના રાજ્યકક્ષાના કેન્દ્રીય વિદેશ પ્રધાન વી મુરલીધરને સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ 28 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાંથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા. પ્રધાને કેનેડામાંથી દેશનિકાલનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ સહિત કેટલાક ભારતીય નાગરિકો સામેની મુશ્કેલીઓની પણ વિગતો આપી હતી.

આ વિદ્યાર્થીઓએ કથિત રીતે કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશનના બનાવટી દસ્તાવેજો સબમિટ કર્યા હતા. સ્થાનિક કાયદાઓ અને નિયમો અનુસાર કેનેડામાં તેમના રોકાણની સુવિધા આપવા માટે ભારત સરકારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. મંત્રાલયે આ કેસમાં સામેલ એજન્ટોને ઓળખવા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે પંજાબ સરકાર સમક્ષ પણ આ મામલો ઉઠાવ્યો હતો.

દરમિયાન સરકારે કેનેડિયન સત્તાવાળાઓને વાજબી અભિગમ અપનાવવા તથા વિદ્યાર્થીઓની ભૂલ ન હોવાથી માનવતાવાદી અભિગમ અપનાવવા પણ કહ્યું હતું. સરકારના પ્રયાસોના પરિણામે કેટલાક અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તેમની દેશનિકાલ નોટિસ અથવા અસ્થાયી નિવાસી વિઝા પર સ્ટે ઓર્ડર મળ્યો હતો. સરકાર આ મુદ્દે રાજદ્વારી માધ્યમો દ્વારા કેનેડા સાથે સંપર્કમાં રહી હતી.

LEAVE A REPLY

1 × five =