(Photo credit should read TEH ENG KOON/AFP via Getty Images)

£500,000 સુધીના મકાનની ખરીદી પર ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડેના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આમ ઇંગ્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં £500,000 સુધીના ઘરની ખરીદી પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહિં. પરંતુ જે લોકો બીજુ મકાન ખરીદશે તેમણે માત્ર 3 ટકા સરચાર્જ ભરવો પડશે. તે પછી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં £250,000 સુધીના ઘર પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે નહિ. ત્યારબાદ £125,000થી ઉપરના તમામ ઘર પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આ પગલાથી £500,000 સુધીનું ઘર ખરીદનારને £15,000નો ફાયદો થશે.

એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ તાજેતરના આંકડા અનુસાર, સ્ટેમ્પ ડ્યુટીમાંથી વાર્ષિક આશરે £12 બિલિયન મેળવે છે. જે ટ્રેઝરીના કુલ ટેક્સના આશરે 2% જેટલી રકમ છે.

સ્કોટલેન્ડમાં, જમીન અને મકાનોની ખરીદી પરના સ્ટેમ્પ ડ્યુટી દર  મુજબ છે.  £145,001થી £250,000ની ખરીદી પર 2% સ્ટેમ્પ ડ્યુટી, £250,001થી £325,000ની ખરીદી પર 5% સ્ટેમ્પ ડ્યુટી અને £325,001થી £750,000 પર 10% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. £750,000થી વધુ રકમ પર 12% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જો કે, માર્ચના અંત સુધી, સ્કોટિશ સરકારે સ્ટેમ્પ ડ્યુટી થ્રેશહોલ્ડની રકમ વધારીને £250,000 કરી હતી. વેલ્સમાં, લેન્ડ ટ્રાંઝેક્શન ટેક્સ પરના સામાન્ય દરોમાં કોઇ બદલાવ કરાયો નહતો.