
ભારતની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર અને સુપ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી માઈકલ ઓવેન બુધવાર, 8 ઓક્ટોબરે મુંબઈના કૂપરેજ ફૂટબોલ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને પ્રીમિયર લીગ કોમ્યુનિટી શોકેસ ઇવેન્ટ્ દરમિયાન યુવા ભારતીય ફૂટબોલરો અને કેટલાક કોચ સાથે વાતચીત કરી હતી. ઓવેને આશા વ્યક્ત કરી હતી પ્રીમિયર લીગ ટ્રોફી સાથે સ્ટાર્મરની આ મુલાકાત ભારતીય ફૂટબોલ ખેલાડીઓને પ્રતિષ્ઠિત લીગમાં રમવા માટે પ્રેરણા આપશે.
પ્રીમિયર લીગ કોમ્યુનિટી શોકેસ પ્રોગ્રામ કોમ્યુનિટી કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને બ્રિટિશ કાઉન્સિલ વચ્ચેનો સહયોગ છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સામાજિક જૂથો માટે રમતની પહોંચને વિસ્તૃત કરવાનો છે.
ઓવેને જણાવ્યું હતું કે “આટલા બધા બાળકોને જોઈને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. તેઓ ખૂબ ઉત્સાહી હતાં અને અલબત્ત તેમના કોચ પણ. પ્રીમિયર લીગ વિશ્વભરમાં ઘણું કામ કરે છે. તમે આજે તેનું પ્રદર્શન જોયું છે. પ્રીમિયર લીગના કોચ આવી રહ્યા છે અને પોતાનો અનુભવ લઈને ભારતીય કોચને કોચિંગ આપી રહ્યા છે. આશા છે કે, તે ભારતીય કોચ પાછા જઈને તેમણે શીખેલી કુશળતાને તેમના સમુદાયોમાં લઈ જઈ શકે છે અને વધુ બાળકોને કોચિંગ આપી શકે છે.
