પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય નાગરિકો સહિત H-1B વિઝાધારકો હવે મર્યાદિત સંખ્યામાં પોતાના વતનમાં પરત ગયા વિના જ તેમના વિઝા રીન્યૂ કરી શકશે. આશરે બે દાયકા પછી નીતિમાં મોટું પરિવર્તન લાવીને અમેરિકાએ 30 જાન્યુઆરીએ એક પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો કર્યો હતો. તેનાથી આશરે 20,000 લાયક નોન-ઇમિગ્રન્ટ વર્કર્સ સ્થાનિક રીતે તેમના H-1B વિઝા રીન્યૂ કરાવી શકશે.

અમેરિકાના આ પગલાંથી ભારતના H-1B વિઝાહોલ્ડર્સને મોટી રાહત થશે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધારે ભવિષ્યમાં આ પદ્ધતિ વધુ વિસ્તૃત બનાવાય તેવી શક્યતા છે. H-1B વિઝા અમેરિકામાં જ રીન્યૂ કરવાથી વિઝાધારકોને અમેરિકા બહાર જવાની જરૂર નહીં પડે. આ રાહતમાં એકમાત્ર નેગેટિવ બાબત એ છે કે હાલમાં મુખ્ય વિઝાધારક માટે જ આ સુવિધા ઉપલબ્ધ છે, તેમના જીવનસાથી – પતિ અથવા પત્નીને આ સુવિધાનો લાભ નહીં મળે.

નિષ્ણાતો માને છે કે અમેરિકાએ હજુ વધારે છુટછાટ આપવી જોઈએ અને ભવિષ્યમાં બાળકોને અને પતિ-પત્નીને પણ ડોમેસ્ટિક વિઝા રીન્યુઅલની સુવિધા આપવી જોઈએ.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જૂન 2023માં જાહેરાત કરી હતી તે મુજબ પિટિશન આધારિત ટેમ્પરરી વર્ક વિઝા ડોમેસ્ટિક સ્તરે રીન્યૂ કરાશે. તેમાં H-1B વિઝા પણ સામેલ છે.

આગામી પાંચ અઠવાડિયા દરમિયાન આ પ્રોજેક્ટમાં 20,000 અરજીઓ લેવાશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ પુરતું તો ભારત અને કેનેડાના નાગરિકો ને જ આ સુવિધાનો લાભ મળશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક સ્તરે H-1B વિઝા રીન્યુઅલની સફળતાના આધારે પછી આ પ્રોગ્રામનું વિસ્તરણ થઈ શકે છે.

LEAVE A REPLY

seventeen − nine =