AAHOA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના આર્બિટ્રેશનના ચુકાદામાં જણાવાયું હતું કે ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે ફ્રેન્ચાઈઝી સાથેના તેના કરારનો ભંગ કર્યો છે, કારણ કે તે તેના પસંદગીના વેન્ડર પ્રોગ્રામ દ્વારા ડિસ્કાઉન્ટની વાટાઘાટ કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ બાબત હોટેલ ફ્રેન્ચાઈઝિંગના એકંદર સુધારાની જરૂરિયાતનો સંકેત છે. એસોસિએશન તેના 12 પોઈન્ટ્સ ઓફ ફેર ફ્રેન્ચાઈઝિંગ, ન્યુજર્સીમાં સૂચિત કાયદા માટે સમર્થન અને ફેડરલ ટ્રેડ કમિશન સમક્ષ જુબાની આપીને તે સુધારાને પ્રોત્સાહન આપી રહ્યું છે.

2020માંદાખલ કરવામાં આવેલા કેસમાં ચોઇસને એટર્નીની ફી અને ખર્ચ પેટે 7,60,000 ડોલર અને અરજદાર દર્શન પટેલની આગેવાની હેઠળની હાઇમાર્ક લોજિંગને આંશિક વળતર આપવાનો આદેશ આપ્યો છે અને વ્હાઇટ અને વિલિયમ્સ લૉ ફર્મ સાથે જસ્ટિન પ્રોપરે આ કેસનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. પ્રોકયોરમેન્ટ કાર્યક્રમ દ્વારા વોલ્યુમ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવાના કરારનો ભંગ કરવા બદલ આ ચુકાદો આપવામાં આવ્યો છે.

આર્બિટ્રેટર સ્ટીવ પેટ્રિકિસે પણ ફ્રેન્ચાઈઝીને આકર્ષવા માટે ચાવીરૂપ નાણાંના ઉપયોગને લગતા આરોપો પર અને બ્રાંડ ફરજિયાત સાયબર ઈન્સ્યોરન્સ વેન્ડર ક્રાઉડસ્ટ્રાઈક પાસેથી કિંમતના લાભો સુરક્ષિત કરવામાં ચોઈસની નિષ્ફળતા અંગે ચુકાદો આપ્યો હતો. ચુકાદાએ ચોઈસ લાયકાત ધરાવતા વિક્રેતાઓ પાસેથી ખરીદેલ તમામ માલસામાન અને સેવાઓ માટે “વોલ્યુમ ડિસ્કાઉન્ટ મેળવવાના વચનના ભંગથી સર્જાયેલા નુકસાનની ગણતરી કરેલ છે.”

LEAVE A REPLY

5 × four =