વ્યક્તિ પરિચય

વેલીન હેટફિલ્ડ બરોના મેયર કાઉન્સિલર શ્રી પંકિત શાહે મેયર તરીકેની પોતાની પસંદગીની ચેરીટી હેટફિલ્ડ ફૂડ બેંક અને વેલીન ગાર્ડન સિટીની ન્યૂ ઝિઓન ક્રિશ્ચિયન ફેલોશિપ ફૂડબેંકને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી છે.

કાઉન્સિલર શ્રી પંકિત શાહે જણાવ્યું હતું કે બન્ને ચેરીટી બરોમાં ઘણું સારું કામ કરે છે અને ખાસ કરીને જ્યારે લીવીંગ કોસ્ટ અને એનર્જી ક્રાઇસીસ હતી ત્યારે તેમનું કામ સુંદર હતું. તે બંને ચેરીટી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરતા લોકો અને પરિવારોને મદદ કરે છે.

કાઉન્સિલર પંકિત શાહ મ્યુનિસિપલ વર્ષ 2023/24 માટે વેલીન હેટફિલ્ડ બરો કાઉન્સિલના પ્રથમ ભારતીય મેયર તરીકે સેવા આપે છે. આ સિદ્ધિ માત્ર તેમના માટે જ નહીં પરંતુ ભારતીય ડાયસ્પોરા અને સમગ્ર ભારત દેશ માટે પણ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

મેયર શાહે વેલીન હેટફિલ્ડના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘’સમુદાયની સેવા કરવી અને રહેવાસીઓની સુધારણા માટે કામ કરવાની તક મેળવવી એ એક વિશેષાધિકાર છે. હું સર્વસમાવેશકતા, વિવિધતા અને પ્રગતિના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું જેણે સદીઓથી ભારતીય સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરી છે. તેમની વરણી બરોની અંદર ભારતીય સમુદાય દ્વારા આપવામાં આવેલા પુષ્કળ યોગદાનને પ્રતિબિંબિત કરે છે. મેયર તરીકેની મારી નિમણૂક સ્થાનિક ભારતીય સમુદાય અને પડોશી બરોમાં અન્ય તમામ સમુદાયો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

મેયર તરીકે કાઉન્સિલર શાહ ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે અને સાંસ્કૃતિક વિનિમય, વેપાર સહયોગ અને શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે તેમની સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે.

તેઓ મે 2015થી હેટફિલ્ડ સેન્ટ્રલ વોર્ડના કાઉન્સિલર તરીકે સેવા કરે છે અને બે બાળકો અને પત્ની સાથે રહે છે. તેમણે યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી લીધી છે અને 2001થી હેટફિલ્ડ, હર્ટફર્ડશાયરમાં રહે છે. તેઓ અને તેમના પત્ની તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સમુદાયો અને સખાવતી સંસ્થાઓને ટેકો આપવા સાથે સંકળાયેલા છે.

તેઓ ડિઝાઇન, ડિલિવરી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં 22 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તથા હાઇવે અને ફ્લડ વોટર એન્જિનિયર છે.

LEAVE A REPLY

14 − ten =