(ANI Photo)

ક્રિકેટર અર્શદીપ સિંઘને વીકિપીડિયામાં કથિત રીતે ખાલિસ્તાન સાથે જોડવામાં આવતા ભારત સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઈને વીકિપીડિયાના એક્ઝિક્યુટિવ્સને સોમવારે સમન્સ કર્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે અર્શદીપ અંગે ફેક માહિતી કેવી રીતે આવી તેનો ખુલાસો કરવા વિકિપીડિયાના એક્ઝિક્યુટિવને સમન્સ કર્યા હતા. સરકાર માને છે કે આ ખોટી માહિતીથી કોમી સંવાદિતતા ખોરવાઈ શકે છે. ઉચ્ચસ્તર સમિતિ એક્ઝિક્યુટિવની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

અર્શદીપના વિકિપીડિયા પેજમાં અનરજિસ્ટ્રર્ડ યુઝર્સે પ્રોફાઇલમાં ભારતની જગ્યાએ ખાલિસ્તાન શબ્દ મૂક્યો હતો. જોકે આ વિકિપીડિયાના એડિટર્સે 15 મિનિટમાં આ ફેરફાર દૂર કરી દીધા હતા.

દુબઇમાં રવિવારે એશિયા કપની સુપર ફોરની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતની આ હાર પછી સોશિયલ મીડિયા યુઝર્સે રોષ ઠાલવ્યો હતો અને ખાસ કરીને ભારતના યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને આ હાર માટે જવાબદાર ઠેરવીને ટ્રોલ કર્યો હતો. આ મેચની 19મી ઓવરમાં એક મહત્વનો સરળ કેચ યુવા ભારતીય બોલર અર્શદીપે છોડી દીધો હતો. આ પછી પાકિસ્તાને જીત મેળવી હતી. માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે ભારતીય ક્રિકેટ ટીમના બોલર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજને એડિટ કરીને ‘ખાલિસ્તાન’ સાથે જોડવાની બાબતને ગંભીરતાથી લીધી હતી.

LEAVE A REPLY

one + 20 =